સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો.

આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને એજ્યુકેશનલ કીટ, આમ ટોટલ 351 બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા. વધુમાં જુસબ પીર ડાડા ઉર્ષ કમિટી (પીપર), સમાજ ને સેવા આપવા બદલ અમુક લોકોને “સેવાર્થે” કેટેગરીમાં ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને પણ “જીલણ એક્વા ગ્રુપ” અને “રોઝ & રોઝ ગ્રુપ” દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ માં એક નોંધ લેવા જેવી બાબત એ પણ રહી કે સ્ટેજ પર હાજર રહેલ શૈક્ષણિક મહાનુભાવો, કાર્યક્રમમાં હાજર રહેલ વાલીગણ, વિદ્યાર્થી મિત્રો અને સુમરા સમાજ ના આગેવાનો ની સંખ્યા (સંપૂર્ણ ભરેલ હેમુગઢવી હોલ) જોય ને પ્રેરિત થયા હતા.

આમ વિદ્યાર્થીઓ માટેનો આ શૈક્ષણિક કાર્યક્રમ સફળ રહ્યો.

રિપોર્ટર : યાસિન દોઢિયા, નિકાવા

Related posts

Leave a Comment