નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ કેવી રીતે બન્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગુજરાતની અને ગુજરાતના વિકાસની આજે સમગ્ર ભારતવર્ષમાં જ નહીં, દુનિયાભરના વિકાસ ઝંખતા દેશોમાં પણ ચર્ચા છે. ગાંધી અને સરદાર તથા ઈન્દુચાચા અને રવિશંકર મહારાજ વિના આ વાત અધૂરી ગણાય. એમાં હવે દબદબાભેર એક નામ ઉમેરવું જ પડે, શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી જ લાગે. ગુજરાત પ્રદેશ તો સદીઓથી છે, પરંતુ સને ૧૯૬૦ના સ્થાપનાકાળથી આપણે જોતા આવ્યા છીએ કે, પાછલા ૧૨ વર્ષોમાં ગુજરાતે જે પ્રતિષ્ઠા, સાખ, આબરુ અને નામના અંકે કરી છે એવી આ ૧૨ વર્ષ પૂર્વેનાં…

Read More

જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા કલા ઉત્સવ તેમજ વાર્તા સ્પર્ધાનું થયું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ તથા વાર્તા સ્પર્ધાનું આયોજન થયું હતું. જે અંતર્ગત કલા ઉત્સવમાં પ્રાથમિક વિભાગમાં ૨૫ બાળકો તથા વાર્તા સ્પર્ધામાં ૧૮ બાળકોએ ભાગ લીધો હતો. કલા ઉત્સવ-વાર્તા સ્પર્ધામાં સહાયક શિક્ષક મિત્રો તેમજ નિર્ણાયકની ઉપસ્થિતિમાં આ ઉત્સવનું આયોજન કરાયું હતું. ડાયેટ પ્રાચાર્ય વી.એમ.પંપાણિયા, આશાબહેન રાજ્યગુરૂ, કન્વીનર ભરતભાઈ મેસિયા, સંદિપભાઈ સોલંકી તેમજ વ્યવસ્થાપક ટીમ દ્વારા આ સ્પર્ધાનું સુંદર આયોજન ઉત્તમ રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ વાર્તા તેમજ કલા સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા જાહેર થયેલા…

Read More

ગીર-સોમનાથ કલેકટર શ્રીએચ.કે .વઢવાણીયાના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં કલા અને ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લાના કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ વધુમાં વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાય તે માટે અધિકારઓને માર્ગદર્શિત કર્યા હતા અને જરૂરી સુચનાઓ આપી હતી ઉપરાંત જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન ચાલુ છે ત્યારે કલા મહાકુભમાં પણ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ કલાક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરવા અને આ સાથે શાળાઓ,કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રચાર પ્રસાર થકી…

Read More

ગીર સોમનાથના ઉના ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ઉનામાં વરસીંગપુર રોડ ખાતે નગરપાલિકા યોગ સેન્ટરમાં ગીર સોમનાથ ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ અનુસંધાને મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો હતો. જે અનુસંધાને તૃણધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ આવે એ હેતુસર કૃષિ પ્રદર્શનીનું પણ આયોજન કરાયું હતું. આ મિલેટ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે પોતાના પ્રાસંગિક વ્યક્તવ્યમાં સરકારશ્રીના મિલેટ ધાન્યોના પ્રચાર પ્રસાર માટે હાથ ધરેલ પ્રયત્નોને બિરદાવ્યા હતા. જ્યારે કારોબારી ચેરમેન ધીરૂભાઈ છગ દ્વારા આધુનિક જીવનશૈલીમાં મિલેટનો ઉપયોગ કરવા આગ્રહ કરેલ હતો. મદદનીશ ખેતી નિયામકશ્રી અશોકભાઈ…

Read More

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નારી ઉત્સવ મેલા નું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા તારીખ 6 અને 7 ઓક્ટોબર ના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે નારી ઉત્સવ મેલા નું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ રો. વિજય માંગુકિયા એ જણાવ્યું કે, વર્તમાન સમયમાં અને ખાસ કરીને કોરોના કાળ બાદ મહિલાઓ માં નાના નાના બિઝનેસ કરવાની પ્રવૃત્તિ ઓ ખુબ વધી છે ત્યારે મહિલાઓને બિઝનેસમાં પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા બે દિવસીય બિઝનેસ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં 85 કરતાં વધારે…

Read More