ગીર-સોમનાથ કલેકટર શ્રીએચ.કે .વઢવાણીયાના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લામાં કલા અને ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લાના કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરએ વધુમાં વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાય તે માટે અધિકારઓને માર્ગદર્શિત કર્યા હતા અને જરૂરી સુચનાઓ આપી હતી ઉપરાંત જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન ચાલુ છે ત્યારે કલા મહાકુભમાં પણ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ કલાક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરવા અને આ સાથે શાળાઓ,કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરીને વધારે વિદ્યાર્થીઓ ભાગીદારી નોંધાવે તે માટે અનુરોધ કરાયો હતો.

જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરાએ જણાવ્યુ હતુ કે, ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લામાં ગત વર્ષે ખેલ મહાકુંભમાં ૧.૨૮ લાખથી વધુ લોકોના રજીસ્ટ્રેશન થયા હતા. આ ઉપરાંત તેમણે જિલ્લાના લોકોને ખેલ મહાકુંભ ૨.૦માં રજીસ્ટ્રેશન અંગે અને ખેલમહાકુંભ અંતર્ગત આયોજન વિશે માહિતીગાર કરાયા હતા.

આ ઉપરાંત યુવા વિકાસ અધિકારી મકવાણાએ કલા મહાકુંભ -૨૦૨૩ વિશે માહિતી આપી હતી તેમજ તાલુકા અને સીધી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને જિલ્લા, પ્રદેશ, અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.ડી.અપારનાથી, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા ડીઈઓ ઓફિસના અધિકારી વિપુલ ખાંભલા, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ એ.વી.પરમાર, મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રોફેસર જિવાભાઈ વાળા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Related posts

Leave a Comment