જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા કલા ઉત્સવ તેમજ વાર્તા સ્પર્ધાનું થયું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ તથા વાર્તા સ્પર્ધાનું આયોજન થયું હતું. જે અંતર્ગત કલા ઉત્સવમાં પ્રાથમિક વિભાગમાં ૨૫ બાળકો તથા વાર્તા સ્પર્ધામાં ૧૮ બાળકોએ ભાગ લીધો હતો.

કલા ઉત્સવ-વાર્તા સ્પર્ધામાં સહાયક શિક્ષક મિત્રો તેમજ નિર્ણાયકની ઉપસ્થિતિમાં આ ઉત્સવનું આયોજન કરાયું હતું. ડાયેટ પ્રાચાર્ય વી.એમ.પંપાણિયા, આશાબહેન રાજ્યગુરૂ, કન્વીનર ભરતભાઈ મેસિયા, સંદિપભાઈ સોલંકી તેમજ વ્યવસ્થાપક ટીમ દ્વારા આ સ્પર્ધાનું સુંદર આયોજન ઉત્તમ રીતે પાર પાડવામાં આવ્યું હતું.

આ વાર્તા તેમજ કલા સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા જાહેર થયેલા બાળકોને ૧૦૦૦, ૮૦૦ અને ૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થી ઝોન કક્ષાએ સ્પર્ધામાં જશે.

Related posts

Leave a Comment