નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ કેવી રીતે બન્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      ગુજરાતની અને ગુજરાતના વિકાસની આજે સમગ્ર ભારતવર્ષમાં જ નહીં, દુનિયાભરના વિકાસ ઝંખતા દેશોમાં પણ ચર્ચા છે. ગાંધી અને સરદાર તથા ઈન્દુચાચા અને રવિશંકર મહારાજ વિના આ વાત અધૂરી ગણાય. એમાં હવે દબદબાભેર એક નામ ઉમેરવું જ પડે, શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી જ લાગે. ગુજરાત પ્રદેશ તો સદીઓથી છે, પરંતુ સને ૧૯૬૦ના સ્થાપનાકાળથી આપણે જોતા આવ્યા છીએ કે, પાછલા ૧૨ વર્ષોમાં ગુજરાતે જે પ્રતિષ્ઠા, સાખ, આબરુ અને નામના અંકે કરી છે એવી આ ૧૨ વર્ષ પૂર્વેનાં ૪૦ વર્ષોમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી. આ નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનનો જાદુ છે. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી તરીકે સતત અને એકધારા ૧૩ વર્ષથી શાસન કરી રહેલા આ લોકપ્રિય નેતાએ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશવાસીઓનાં દિલોમાં પણ સ્થાન મેળવ્યું છે. એમના ચાહકો તો દુનિયાભરના દેશોમાં પથરાયેલા છે. તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧થી આજ સુધીની વણથંભી વિકાસયાત્રા. આ કોઈ નાની-સૂની વાત નથી. ગુજરાતને આપણે સૌ વર્ષોંથી જોતા આવ્યા છીએ. કેટલાય શાસકો આવ્યા અને વિકાસ માટે પ્રદાન કર્યું. છતા સને ૨૦૦૧થી ૨૦૧૩ના આજ પર્યંતના દસકા ઉપરાંતના આ ગાળામાં ગુજરાતે પ્રગતિની જે હરણફાળ ભરી એના આપણે આઈ વિટનેસ – નજરે જોનાર સાક્ષી બન્યા છીએ. આ વિકાસયાત્રા માત્ર દેશના અન્ય રાજ્યો માટે જ નહીં, પરંતુ કેટલાંય વિકાસશીલ દેશો માટે પણ રોલ-મોડલ બની છે. આપ જાણો છો કે, દર અઠવાડિયે કોઈને કોઈ દેશ અથવા રાજ્યનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું જ હોય છે.

જનમતને મહત્તા આપવા સાથે જનભાગીદારીને સરકારી તંત્રની કામગીરી સાથે જોડી દેવાનું ભગીરથ કાર્ય ગુજરાતે કર્યું છે. ગુજરાતના વિકાસને ‘પંચામૃત’ની તરાહ ઉપર વાસ્તવિક અર્થમાં પાંચ પ્રકારના અમૃતનો સુભગ સમન્વય સાધીને જન-જન સુધી લોકસુખાકારી અને વિકાસનાં મીઠાં ફળ પહોંચે એ માટે માઈક્રો લેવલ કક્ષાનું આયોજન ગુજરાતે કર્યું છે. ‘પંચામૃત’ એટલે કે પાંચ શક્તિ (૧) જન શક્તિ, (૨) જળ શક્તિ, (૩) જ્ઞાન શક્તિ, (૪) ઊર્જા શક્તિ અને (૫) રક્ષા શક્તિની તરાહ ઉપર રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓને વિકાસપથ પર સહભાગી બનાવ્યા છે. ગુજરાતે ઉઘોગ (વાઈબ્રન્ટ સમીટ), કૃષિ અને ગ્રામ વિકાસ (જલક્રાન્તિ-કૃષિક્રાન્તિ-જ્યોતિગ્રામ-કૃષિ રથયાત્રા), શિક્ષણ (શાળા પ્રવેશોત્સવ ), મહિલા અને બાળ વિકાસ (કન્યા કેળવણી અને મમતા યોજના), શહેરી વિકાસ યોજના, આદિજાતિ-દલિત- પછાત-લઘુમતી-વિચરતી અને વિમુક્ત જાતિ કલ્યાણ વગેરે સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિકાસનાં નિત નવાં સિમાચિન્હો સર કર્યાં છે. આ વિકાસ યાત્રા હજુ વણથંભી ચાલી જ રહી છે. એને કોઈ રોકી શકવાનું નથી. ગુજરાતના વિકાસની જનચેતના એની જન શક્તિએ ખીલવી છે. જેનાં મૂળમાં રહેલી છે, “સૌનો સાથ, સૌનો વિકાસ”ની વિભાવના. આર્યપુરુષ, મહામનિષી સ્વામી વિવેદાનંદજીએ તો આજથી ૧૦૦ વર્ષ પહેલાં જ કહ્યું હતું કે, “હું મારી આંખો સામે મા ભારતીને વિશ્વવિજેતારૂપે, વિશ્વસત્તારૂપે નિહાળી રહ્યો છું.” ખરા અર્થમાં ગુજરાતે ભારતના વિકાસનું જાણે નેતૃત્વ લીધું છે.

ગુજરાતનો ર૧મી સદીના પ્રશ્નમ દાયકામાં ખાસ કરીને ર૦૦૧થી ૧ સુધીના એક દાયકાનો કર્મિક વિકાસ અને પ્રગતિ ભલભલાને, સૌ કોઇને અચંબામાં મૂકી દે એવો છે વિકાસ એક નિરતર પ્રક્રિષ્ણ છે. એ સને ૨૦૧૩માં પણ અને એ પછી પણ અવિરત જારી રહેવાનો છે. પરંતુ અભ્યાસની અનુકૂળતા બાતર આપણે આ એક દાયકાનો કરારડી કરીએ તો જણાશે કે. ૨૦૦૧થી ૨૦૧૧-૧૨ સુધીના દાયકામાં ગુજરાતે પ્રગતિના અદ્ભુત સિમાચિની સર કર્યાં છે, ના દાયકા ઉપરાંતની ગાળી એ તો કદાચ મુકામ હોઇ કાકે, મંઝિલ નથી. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી હમેશા સંસ્કૃતમાં વેદવાણી ટાંકીને કહેતા કે “ચરે નૈતિ, ચરવતી, ઘરેવેતી..” ચાલતા રહો. ચાલતા રહો, બસ, ચાલતા જ રહી દેશના પૂર્વપ્રધાન મંત્રી અટલબિહારી વાજપેયીજી પણ કાવ્યબાનીમાં કહેતા રહ્યા છે કે ન ઝૂકના હૈ ન કના હૈ, ન ચક્રના હૈ, રાજપથ પર આરોહી બન્ને બાતે રહના હૈ. ..

ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ દરેક પડકારોનો સામનો કરીને એમાંથી પાર ઉતરવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ કહે છે કે, “વિરોધીઓએ કલા પથ્થરોને ભેગા કરીને તેની સીડી બનાવીને અમે આગળ વધ્યા છીએ. આક્તને અવસરમાં પલટવાનું સામર્થ એટલે શ્રી નરેન્દ્રભાઈ નદી એક તરફ ગુજરાતની આકાશની ઊંચાઈઓને પાર કરતી વિકાસ છે. ત્યારે આખા હિન્દુસ્તાનની નજર ગુજરાત ઉપર છે. આ સમગ્ર દેશ અને દુનિયા પર્યાવરણીય પડકારો સામે ઝઝૂમી રહી છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગના સંકટ મામે લડવા માટે ગુજરાત સરકારે ક્લાઈમેટ ચેન્જનો અલગ વિભાગ રચવાનો વિષય ૨૦૦૯માં નિર્ણય કર્યો. આ એવો વિભાગ છે જે હજુ સુધી આખી દુનિયામાં માત્ર છ જ દેશોમાં અલાયદા મંત્રાલય તરીકે છે! ગુજરાતને ઘણી બધી બબતોમાં દેશમાં અને દુનિયામાં અગ્રે ર રહેવા બદન ભારત સરકાર ઉપરાંત યુનો યુનિસેફ, વિશ્વ આરોગ્ય સંસ્થા વગેરે તરફ્થી અહીં સો( ૨૫થી વધુ ઍવૉર્ડ, પુરસ્કાર, સમ્માન મળી ચૂક્યા છે. ગુજરાતે જનસુખ કારી માટે જે ઈ ગવર્નન્સનું માળખું વિકસાવ્યું છે. તેને રાષ્ટ્રીય સન્માન મળ્યુ છે. સિટી સિવિક સેન્ટરોની શૃંખલા ગુજરાતના ખુણે-ખુણે નાગરિકોને 32 પ્રકારની સેવાબો સુલમ કરાવે છે, જેમાં જન્મ-મરણના દાખલા, જમીન મકાનને લગતા પ્રમાણપત્રો, નાતિના દાખલા વગેરે.

ગુજરાતે ૨૧મી સદીના મૂડ અને મિજાજને પારખીને દસકા પહેલા દોઢ (૧.૫૦ લાખ કિલોમીટર જેટલી ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક ઓ.એફ.સી.એન.નું માળખું ઉભું કરેલું છે. ગુજરાતનો ખેડૂત ખેતાના ખેતરમાં બેઠા-બેઠા લેપટોપ અને ઈન્ટરનેટના માધ્યમથી કૃષિ માર્ગદર્શન ઓનલાઇન મેળવવા સક્ષમ બન્યા છે. ગુજરાતમાં સતત અને નિરંતર ગુણવત્તાયુક્ત વીજળી આપવામાં આવે છે. આ માટે અમલમાં મુકવામાં આવેલી જ્યોતિગ્રામ યોજના સમગ્ર દેશના નિષ્ણાતો અને બીજા ગજબ સરકારો માટે પણ અભ્યાસનો વિષય બની છે. ગુજરાતે શાળા બોમાં બાળકોની ઝિરો પર્સન્ટ ડ્રોપ આઉટ રેશિયો લાવવાની દિશામાં કામ કર્યુ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા એના ઉત્તમ દૃષ્ટાના છે. ગુજરાતે આરોગ્ય સેવાઓ બહેતર અને ઝડપી બનાવી છે. ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવાને પણ શ્રેષ્ઠ રીતે ચલાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું સન્માન થયું છે. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ગણતરીની મિનિટોમાં જ પહોંચી જઈને દર્દીનારયણનો જીવ બચાવવાની કામગીરી ખા સેવા દ્વારા થઈ રહી છે. કુપોષણ સામે પણ ગુજરાતે છેક સને ૨૦૦૫થી જંગ છેડેલો છે. પ્રસુતા માતા અને નવજાત શિશુ માટે ચિરંજીવી રોજના, બલભોગ યોજના. મમતા યોજના સહિતના પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે મરાહના પામ્યા છે. ૧૦૮ જેવી જ ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા પ્રભુત માતા અને નવજાત શિશુને ઘરે મૂકવા માટે ફ કરવામાં આવી છે જે દેશની પહેી સેવા છે.

સમાજના છેવાડાના નાગરિકોની દરકાર પણ આ સરકારે કરી છે. વંચિતોનો વિકાસ, શહેરી ગરીબ કલ્યાણ યોજના, વનબંધુ કલ્યાણ યોજના અને સાગરખેડૂ સમૃદ્ધિ યોજના એના સફળ દૃષ્ટાન્તો છે. સમાજના તમામ ઘરનો, સમાજના તમામ સ્તરનો વિકાસ – સર્વસમાવેશક વિકાસ – સર્વોધક વિકાસ – સર્વલક્ષી વિકાસ. એ જ ગુજરાતના વિકાસની અને કાર્યસફળતાનું રહસ્ય છે. જેમાં ગુજરાતના ઘડા છ કરોડ નાગરિકી પણ પોતાને જોડાયેલા મહેસુસ કરી રહ્યા છે. આ જ છે. ગુજરાતના વિકાસ મોડલનું રહસ્ય. આ જ છે વિકાસનો વિશ્વાસ, અવિરત, નિરંતર, સદાકાળ …..

Related posts

Leave a Comment