જસદણના લીલાપુરમાં વેરહાઉસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલથી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ

     ગત તા. 29/2/2024 ના રોજ જસદણના લીલાપુર ગામે આવેલ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન માંથી 675 બોરી રાયડો કિંમત 20,23,312 ની ચોરી થયેલ હોય ફરિયાદી રમેશભાઈ વિરજીભાઈ નિનામા રહે. રાજકોટ દ્વારા તા. 1/3/2024ના ફરિયાદ લખાવેલ કે લીલાપુર ગામ ખાતેના ગુજરાત રાજ્ય વેરહાઉસ ના ગોડાઉનમાં અજાણ્યા ઈસમોએ બારીની જાળી તોડી ગોડાઉનમાં રાખેલ રાયડો બોરી નંગ 675ની ચોરી કરેલ હોય ફરિયાદના આધારે જસદણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ અને હ્યુમન રિસોસિસના આધારે તપાસ હાથ ધરતા જસદણ પોલીસને મળેલ બાતમીના આધારે ચોરી થયેલ રાયડો વેચવા માટે આરોપીઓ વિછીયા થી રાજકોટ જવાના હોવાની મળેલ હોય જસદણ પોલીસ દ્વારા જસદણ આટકોટ બાયપાસ રોડ ઉપરથી પસાર થતા આરોપીઓને રાયડો બોરી નંગ 568 કિંમત 17, 03119, ઇકો કાર નંગ 2, સુપરકેરી ગાડી નંગ 1 તેમજ મોબાઈલ નંગ 7 તેમજ રોકડ 7,02,000 સહિત કુલ મુદામાલ 32,47,1190 સાથે આરોપી હરેશ પ્રાગજીભાઈ મકવાણા રહે પાળીયાદ હાલ રેવાણીયા, મેહુલ ઉર્ફ તકો ભરતભાઈ ઉર્ફ હોથીભાઈ મકવાણા રહે રેવાણીયા, ધર્મેશ ઉર્ફ ધમો રાયાભાઈ મેટાડીયા રહે ગજાનંદ સોસાયટી જસદણ, અરવિંદ ઉર્ફ દુદો રામજીભાઈ મકવાણા રહે રેવાણીયા, હિતેશ જેરામ મકવાણા રહે વાણીયા, વિપુલ રાવજી મકવાણા રહે રેવાણીયા, અરુણ ટપુભાઈ ભોજવિયા રહે પાળીયાદ મુળ તાલોદ,કલ્પેશ ભુપતભાઈ કટેસિયા રહે કોટડા તા વિછિયા, જેન્તી પ્રાગજીભાઈ મકવાણા રહે રેવાણીયા ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફારાર આરોપી વનરાજ લક્ષ્મણભાઈ મકવાણા રહે. રેવાણીયા તા. વિછીયા, લક્ષ્મણ જાદવભાઈ રહે. રેવાણીયા, કિસાન રમેશભાઈ મકવાણા રહે. રેવાણીયા, સંજય લક્ષ્મણભાઈ ધોરીયા રહે. હાથસણી ને પકડવા આગળની તપાસ હાથ ધરી. આ સમગ્ર કામગીરીમા જસદણ પી.આઇ. ટી.બી. જાની, પી.એસ.આઇ. એમ.ડી.વાઘેલા, હેડ કોન્સ. અરુણભાઈ ખટાણા, પ્રણવભાઈ વાલાણી, સગરભાઈ મકવાણા પો.કોન્સ. જયદેવભાઈ કીડીયા, અનિલભાઈ સરવૈયા, અશોકભાઈ ભોજાણી, રણજીતભાઇ મેર સહિતની ટીમ રોકાયેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment