હિન્દ ન્યુઝ, સુરત
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા તારીખ 6 અને 7 ઓક્ટોબર ના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે નારી ઉત્સવ મેલા નું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ રો. વિજય માંગુકિયા એ જણાવ્યું કે, વર્તમાન સમયમાં અને ખાસ કરીને કોરોના કાળ બાદ મહિલાઓ માં નાના નાના બિઝનેસ કરવાની પ્રવૃત્તિ ઓ ખુબ વધી છે ત્યારે મહિલાઓને બિઝનેસમાં પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા બે દિવસીય બિઝનેસ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં 85 કરતાં વધારે સ્ટોલ નું આયોજન થયેલ અને તમામ સ્ટોલ ફક્ત મહિલા સાહસિક બિઝનેસ પર્સન દ્વારા રાખવામાં આવેલ. આ નારી ઉત્સવ મેલાનુ ઉદઘાટન તારીખ 6 ઓક્ટોબર શુક્રવાર ના રોજ સુરત શહેરના મેયર આદરણીય દક્ષેશભાઈ માવાણી અને રોટરી ડીસ્ટ્રીક 3060 ફસ્ટ લેડી વૈશાલીબેન દવે ના હસ્તે કરવામાં આવેલ.

આ ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ડીસ્ટ્રીકટ 3060 ના ગવર્નર રો. નિહિર દવે, ફર્સ્ટ લેડી વૈશાલી દવે તેમજ સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ એવા રો .હિંમતભાઈ ધોળકિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉત્સવ નો હેતુ મહિલાઓને પોતાના બિઝનેસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું તેમજ તેમાં રહેલી બિઝનેસ આવડતને બહાર લાવવા માટે નો છે. આ બે દિવસીય બિઝનેસ એક્ઝિબિશનમાં આશરે ૨૫ હજાર કરતા પણ વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધેલ. જે ઉદ્યોગ સાહસિક મહિલાઓએ સ્ટોલ રાખેલ હતો તેઓએ જણાવ્યું કે રોટરી ક્લબ ઑફ સુરત ઈસ્ટ દ્વારા આ એક ખૂબ સરસ આયોજન થયેલ છે. તેમાં અમને ઘણી બધી મદદ મળેલ તેમજ માર્ગદર્શન મળેલ.

આ કાર્યક્રમનું આયોજન ક્લબ પ્રેસીડન્ટ રો. વિજયભાઈ માંગુકિયા, સેક્રેટરી રો.કલ્પેશભાઈ બલરના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન મનહરભાઈ વોરા તથા રો. યૌતિક મૈયાની તેમજ મંથ લીડર રો. વીણાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. એક્ઝિબિશનમાં રોટ્રેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો સહયોગ પ્રાપ્ત થયેલ. સમગ્ર આયોજનનું કોર્ડીનેશન મનીષ બેલડીયા દ્વારા કરવામાં આવેલ.

