છોટાઉદેપુર ખાતેના સ્વામીનારાયણ હોલ પર ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને તાલુકા કક્ષાનો કૃષિ મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર                    છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર નગર ખાતેસ્વમીનારાયણ હોલ પર ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું, જેમાં અંદાજીત 500 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ICDSની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શની સ્ટોલ તેમજ NGO, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ ટ્રેક્ટર ધિરાણ માટે કમ્પનીઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.                ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ…

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાલાલા, ગીરગઢડા અને વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થઈ સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી તા. ૨૮ ઓકટોબર સુધી ચાલશે. જે અંતર્ગત તાલાલા, ગીરગઢડા અને વેરાવળમાં ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી, શાળા અને મમતા ક્લિનિકની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તાલાલા તાલુકાના જશાપુર ગામે શાળાની સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જ્યારે વેરાવળ તાલુકાના ઈણાજ ગામે આંગણવાડીની આસપાસ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત…

Read More

સુત્રાપાડામાં “સ્વચ્છતા એજ સેવા” કાર્યક્રમ અંતર્ગત પે.સેન્ટર શાળા નં.૨માં કરાઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ              હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા , પે.સેન્ટર શાળા નં.૨માં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઇ કરવામાં આવી હતી. “સ્વચ્છતા એજ સેવા” કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા પે.સેન્ટર શાળા ગ્રાઉન્ડમાંથી પ્લાસ્ટિક થેલીઓ,કાગળ, નકામા લાકડા સહિતનો કચરો સાફ કરવામાં આવ્યો હતો અને શાળાના ગ્રાઉન્ડને ચોખ્ખુ કરવામાં આવ્યુ હતુ. આ સ્વચ્છતા ઝૂંબેશ નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ, પે.સેન્ટર શાળા નં.૨ નાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ…

Read More

વેરાવળ શહેરની આગણવાડીઓની સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત કરાઇ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ રાજ્યભરમાં વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.ત્યારે વેરાવળ શહેરની આંગણવાડી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી તમામ આંગળવાળીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી અને આગણવાડીના આજુબાજુના વિસ્તારની પણ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઇ કર્મચારી દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

Read More

ગીર સોમનાથ જિલ્લામાં આગામી ૨૭મી ઓક્ટોબરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ભારત સરકાર દ્વારા તા:૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધ તા:૨૭/૧‌૦/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તલાલા, ૯૨-કોડીનાર (S.C) અને ૯૩-ઉના વિધાનસભા મતદારવિભાગોમાં મતવિસ્તારના નિયોજીત સ્થળે સંબંધિત તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અન્વયે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધીમાં કરી શકાશે. જેમા તા.૦૪ નવેમ્બર અને તા.૦૫ નવેમ્બર તેમજ તા.૦૨ ડીસેમ્બર અને તા.૦૩ ડીસેમ્બરને ખાસ ઝુંબેશની તારીખો જાહેર કરવામાં આવી…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ માટે જુદી જુદી કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમા નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને નોકરીએ રાખતા નોકરીદાતાઓ અને દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને પ્લેસમેન્ટ અપાવતા પ્લેસમેન્ટ ઓફિસર “રાજય કક્ષા” ના પારિતોષિક માટેની અરજી નિયત નમૂનામાં અલગ -અલગ રજૂ કરવાની રહેશે. તેમજ દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા નજીકના જિલ્લાની રોજગાર કચેરીઓ ગીર સોમનાથ માંથી “વિના મૂલ્યે” તા.૨૪/૧૧/૨૦૨૩ સુધીમાં મળી શકશે .અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક…

Read More

ભાવનગરમાં “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબરના જિલ્લા કક્ષાની રમતોનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર         કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયા ની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩ યોજાઇ રહ્યી છે જેમાં તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબરના જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.  “સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વય જૂથના ખેલાડીઓએ સરદાર પટેલ રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે સાથે જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ…

Read More

ભાવનગર ખાતે દ્વિ-દિવસીય જિલ્લા કક્ષાનુ ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-૨૦૨૩ નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર ખાતે દ્વિ-દિવસીય જિલ્લા કક્ષાનુ ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-2023 નો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી અને સીટી મ્યુઝિયમ ખાતે મુખ્ય અતિથિ નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.  આ પ્રદર્શન દરમિયાન ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવર વિમોચન માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે, આ પ્રસંગે ભાવનગરના ઘરેણા સમાન રાષ્ટ્રીય ઉદ્યાન – વેળાવદર અને ભાવનગરની આર્થિક જીવાદોરી સમાન એશિયાનાં સૌથી મોટાં શિપ રિસાયક્લિંગ યાર્ડ – અલંગનાં સ્પેશિયલ કવરના વિમોચન કરવાની મંજૂરી ભારતીય ટપાલ…

Read More

કોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સહભાગી થયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સાથે અન્ય સ્થાનિક પદાધિકારીઓ સહભાગી થયા હતા.   અત્રે નોંધનીય છે કે, ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું…

Read More

ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર         ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે. ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા એ અંતર્ગત ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં વિદ્યાર્થીઓને હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.   સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં બાળકોને યુનિસેફની ગાઈડ લાઈન મુજબ હાથ ધોવાની પદ્ધતિ વિશે શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.  

Read More