સુત્રાપાડામાં “સ્વચ્છતા એજ સેવા” કાર્યક્રમ અંતર્ગત પે.સેન્ટર શાળા નં.૨માં કરાઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

             હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા , પે.સેન્ટર શાળા નં.૨માં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઇ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા એજ સેવા” કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા પે.સેન્ટર શાળા ગ્રાઉન્ડમાંથી પ્લાસ્ટિક થેલીઓ,કાગળ, નકામા લાકડા સહિતનો કચરો સાફ કરવામાં આવ્યો હતો અને શાળાના ગ્રાઉન્ડને ચોખ્ખુ કરવામાં આવ્યુ હતુ. આ સ્વચ્છતા ઝૂંબેશ નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ, પે.સેન્ટર શાળા નં.૨ નાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સામુહીક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

Related posts

Leave a Comment