હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી તા. ૨૮ ઓકટોબર સુધી ચાલશે. જે અંતર્ગત તાલાલા, ગીરગઢડા અને વેરાવળમાં ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી, શાળા અને મમતા ક્લિનિકની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
તાલાલા તાલુકાના જશાપુર ગામે શાળાની સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જ્યારે વેરાવળ તાલુકાના ઈણાજ ગામે આંગણવાડીની આસપાસ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના જરગલી ગામે શાળાની સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોડીનાર તાલુકાના નગડલા ગામે આંગણવાડી અને મમતા ક્લિનિકની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી હતી.