સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામે બનાસ ડેરી અંતર્ગત “દિવા પ્રોગ્રામ ની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, સુઈગામ

બનાસ ડેરી પાલનપુર દ્વારા ચાલતા પ્રોજેક્ટ “દિવા પ્રોગ્રામ” અંતર્ગત મિટિંગનુ આયોજન બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામે દુધ ઉ.સ.મંડળી ખાતે કરવામાં આવ્યું. “દિવા પ્રોગ્રામ” અંતર્ગત મિટિંગમાં બનાસ ડેરી ના મહિલા કર્મચારી બહેનો દ્વારા દુધ ઉ.સ.મંડળીના દુધ ગ્રાહકોને દુધના ધંધામાંથી કેવી રીતે વધારે નફો મેળવવો, પશૂઓને થતા રોગો જેવાકે ખરવા મોવા, ગળસુઢો, ગર્ભાસયના રોગો વિષે મિટિંગમાં ઉપસ્થિત મહિલાઓ અને પુરુષો માહિતગાર કર્યા હતા.

બનાસ ડેરી ના “દિવા પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલ મિટિંગમાં મહિલા કર્મચારીઓ દ્વારા ક્રૃત્રિમ બીજદાન, રસીકરણ અને પોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આજની દુધ ઉ.સ.મંડળી ખાતે યોજાયેલી મિટિંગ મા મહિલાઓ પુરૂષો ડેરી મંત્રી અને કારોબારી સમિતી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment