બોટાદ જિલ્લામાં ગુડ ગર્વનન્સ ઉજવણી અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સર સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બીજા દિવસે બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકા હોલ બોટાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ બોટાદ જિલ્લામાં થયેલ વિકાસના કામોની રૂપરેખા વિશે ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં સુશાસન સપ્તાહ ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વિશેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક લોકોએ પોત્તાની ફરજના ભાગ રૂપે પોતાના ઘરની સ્વચ્છતા રાખવી જોઈએ અને પોતાનું આંગણુ સ્વચ્છ રાખી ગામ, શહેરને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું. સરકારના કાર્યમાં સહભાગી બનવા જણાવ્યું હતું સરકાર દ્વારા હાલ ડોર ટુ ડૉર કચરો એકઠો કરવામાં આવે છે તેને સહભાગી બની જ્યાં ત્યા કચરો ન ફેકવાને બદલે ડોર ટુ ડૉર નો ઉપયોગ કરી કચરમાં કચરો નાખવા જણાવ્યું હતું. આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સરકારના જુદા જુદા વિભાગોની યોજનાઓની કામગીરી ટેકનોલોજીના ઉપયોગ થકી ઝડપથી થાય અને તેનો લાભ સરળતાથી લાભાર્થીઓને મળી રહે તે છે તેમ વધુમાં ઉમેર્યુ હતું.
           આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ જીવંત પ્રસારણ દ્વારા ગુડ ગવર્નન્સ પ્લાનનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું તથા ઉપસ્થિત મહાનુભાવો તેમજ લોકો દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીએલસી ઘટકના પૂર્ણ થયેલ આવાસના લાભાર્થીઓને તથા ઈએસટીપી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પીએમ સ્વનીધી યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મંજૂરીના તેમજ એનયુએલએમ યોજના અંતર્ગત એસઈપીઆઈ લોન અંતર્ગત મંજૂરી પત્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શાબ્દિક સ્વાગત વિધિ બોટાદ નગરપાલિક ચીફ ઓફિસરએ કરી હતી. આ કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન વોરા, ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, કારોબારી ચેરમેન બળદેવભાઈ સોરઠીયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા, ભરતભાઈ, હરેશભાઈ, રાજુભાઈ, જ્યરાજભાઈ સહિતના મહાનુભાવો તેમજ અમદાવાદ પ્રાદેશિક કમિશ્નર કચેરીના ચીફ ઓફીસર એસ.કે.કટારા સહિતના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : સંજય ધનિયા, બોટાદ

Related posts

Leave a Comment