છોટાઉદેપુર ખાતેના સ્વામીનારાયણ હોલ પર ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને તાલુકા કક્ષાનો કૃષિ મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

                   છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર નગર ખાતેસ્વમીનારાયણ હોલ પર ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું, જેમાં અંદાજીત 500 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ICDSની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શની સ્ટોલ તેમજ NGO, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ ટ્રેક્ટર ધિરાણ માટે કમ્પનીઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

               ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ, તાલુકા/જિલ્લા સદસ્યશ્રીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, નાયબ ખેતી નિયામક (તાલીમ) સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

        માનનીય વડાપ્રધાનના આહવાન થાકી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. આ આંતર્રાષ્ટ્રીય ઓળખ મળવા બદલ છોટાઉદેપુર ખેતીવાડી શાખા, તાલુકા પંચાયત દ્વારા મીલેટ ડેવલેપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મીલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો વધુ ને વધુ બરછટ ધન્ય પાકોનું વાવેતર કરતા થાય અને લોકો વધુમાં વધુ તેમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવતા થાય- ઓળખતા થાય- ખાતા થાય તેવા આશયથી આવા આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યા છે. આ સમારંભ સાંસદ ગીતાબેન અને પંચાયતના પ્રમુખના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયો હતો, પ્રસંગને અનુરૂપ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આપણા પૂર્વજો આ બધું અનાજ પકવતા હતા. આ આપણી સાચી વિરાસત છે જે લુપ્ત થઈ ગઈ હતી જેને આપણા વડાપ્રધાનએ ફરી વખત સજીવન કરી છે અને ગ્રામીણ કક્ષાએ આવ અનાજ પકવતા ખેડૂતોને રોજગારી આપવાનો પ્રયાસ કર્યો છે. મલકાબેન પટેલે પણ જાડા બરછટ અનાજની તરફેણ કરતા જણાવ્યું હતુકે કેમિકલ રહિત બાજરી, રાગી, કોદરી, વગેરે અનાજ આપણને સારું સ્વાસ્થ્ય બક્ષે છે.  

Related posts

Leave a Comment