ભુજ હાટ ખાતે “ગાંધી શિલ્પ બજાર” દેશના કારીગરોની હસ્ત કારીગરીનો સંગમ

હિન્દ ન્યુઝ, ભુજ

                    વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધુ બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત મંત્રાલય દિલ્હી ઓફીસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ અને હસ્તકલા ઔધોગિક સહકારી મંડળ લિ. દ્વારા હાલે ભુજહાટ ખાતે ગાંધી શિલ્પ બજારમાં દેશના ૧૨ રાજયોના કારીગરો રોજગારી મેળવી રહયા છે. ભુજ હાટ ખાતે ૫૦ કારીગરો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પં.બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, કર્ણાટક સાથે કચ્છ અને ગુજરાતના હસ્ત શિલ્પીઓના વિવિધ કલાકૃતિઓ, હાથશાળના નમૂનાઓનું પ્રદર્શન સહ વેચાણ થઇ રહયું છે. કારીગરોનું પ્લેટફોર્મ ભુજહાટમાં કેન્દ્ર સરકાર બહારના કારીગરોને પ્રવાસ ભથ્થું, રહેણાંક અને સ્ટોલ વિનામૂલ્યે આપે છે. ઉપરાંત કલાગીરીની કેટેગરી મુજબ રૂ.૫૦૦ કે ૩૦૦ દૈનિક ભથ્થું પણ કારીગરોને આપવામાં આવે છે. મદુરાઇ તમિલનાડુના સ્ટોકઘારક હેન્ડલુમ સાડીના કારીગર લાવણ્ય ગોપાલ સ્વામી જણાવે છે કે, કારીગરો માટે આ સારું પ્લેટફોર્મ છે. લોકોને પણ વધુ રસ પડે છે. વેલ્લુરના જે. બાલાજી પણ કહે છે કે, ગ્રાહક સાથે સીધું વેચાણ થવાથી ચોખ્ખો નફો મળે છે. આવા બજારો કારીગરો માટે હાર્દ સમા છે.

જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્રના નાયબ ઉધોગ કમિશનરશ્રી કનક પી.ડેર જણાવે છે કે, ભુજહાટ એ ભુજના હાટ સમા વિસ્તાર ભાનુશાળીનગરમાં જેમાં કારીગરોને માર્કેટીંગ પ્લેસ મળે છે. કોરોના સમય અને પછીના સમયમાં અહીં ૧૦ થી ૧૫ મેળા યોજાયા છે. જેનાથી કારીગરનો કોરોનામાં રાહત મળી છે. અન્ય રાજયના કારીગરોને પણ સારી તક મળે છે. ગાંધી શિલ્પ બજારમાં ૧૨ રાજયોના કારીગરો પણ પોતાનું ઉત્પાદન મેળવી રહયા છે. “ગાંધી શિલ્પ બજાર” ના ડાયરેકટર સોઢા દાદુજી ભુજ હાટને વધુ વિકસાવવા અને આકર્ષણનું કેન્દ્ર બનાવવાની ઈચ્છા રાખે છે. આખા કચ્છમાં વસ્ત્ર મંત્રાલય, ઓફીસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ દ્વારા દેશમાં અને રાજયમાં કારીગરોને આવી હાટથી પોત્સાહન મળે છે. આનાથી સીધો લાભ કારીગરોને મળે છે. કોવીડમાં હસ્તકલા બનાવનાર કારીગરોને સરકાર દ્વારા મળેલા આ બજારથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરવા સોઢા અપીલ કરે છે. સહાયક નિર્દેશક રબીવીર ચૌધરી જણાવે છે કે, હસ્તશિલ્પ સેવા કેન્દ્ર, ભુજમાં બાર રાજયોના વિભિન્ન હસ્તકલાની કામગીરીથી હસ્ત શિલ્પીઓના કામને પ્રોત્સાહિત કરી ભારતીય સંસ્કૃતિને જોવા માટે અહીં આવી ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સૌ પોતાનું યોગદાન આપીએ.

Related posts

Leave a Comment