સોમનાથ ટ્રસ્ટ ના 11 લાખ વૃક્ષો વાવવા ના સંકલ્પમાં સહભાગી થશે વિદ્યાર્થી સ્વયંસેવકો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળ સંચાલિત મતિ સી.પી.ચોકસી આર્ટ્સ & કોમર્સ કોલેજ વેરાવળ ખાતે એન.એસ.એસ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ ના અગિયાર લાખ વૃક્ષ વાવવાના સંકલ્પ માં સહભાગી થવા કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી શ્રમદાન કરીને nss ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને હરિયાળો કરવા માટે શ્રમદાન કરશે. વિધાર્થીઓ આ કાર્ય ને ઉત્સાહ સાથે કરી અગિયાર હજાર વૃક્ષ ના છોડ નિયત કરાયેલ નિયમો અનુસાર વિતરણ કરશે અને રોપાયેલા છોળ ઉજારવા માટે કટિબદ્ધ રેહશે. વિદ્યાર્થીઓએ વૃક્ષના છોડ હાથમાં લઈ અને વિશાળ માત્રામાં વુક્ષારોપણ કરવા સંકલ્પ લીધો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટ ના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે સાથે ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, સી.પી ચોકસી કોલેજના પ્રિન્સિપાલ જોરા, કોલેજ ના પ્રોફેસર અને સ્ટાફ અને એન.એસ.એસ ના મુખ્ય સંયોજક સોચા, એન.એસ.એસના સ્વયંસેવક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
