હિન્દ ન્યુઝ, ભુજ
બે વર્ષથી જીલાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલુ છે. ગ્રામ્ય મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલે “ગાંધી શિલ્પ બજાર” ના મેળામાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત પણ નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે. આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે.” આ શબ્દો છે જીલાની સખીમંડળના પ્રમુખ ધલ અલ્ફાના બેનના સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં પહોંચાડી રહયા છે.

હાલે ભાનુશાળીનગર, ભુજ ખાતે ભુજ હાટમાં ચાલી રહેલા ૨૧મી ફેબ્રુઆરી સુધી ચાલનારા “ગાંધી શિલ્પ બજાર” માં સ્ટોલ લગાવનારા અલ્ફાનાબાનું કહે છે ભુજ હાટ કારીગર અને મહેનતુ મહિલાઓ માટે ઉત્તમ સુવિધાવાળું છે. હંમેશા આવી સુવિધા મળે તો શિલ્પકાર, કારીગર અને અમારા જેવી સખીમંડળની બહેનોને સારુ માર્કેટ અને રોજગારી મળી રહે. સરકારની આ વ્યવસ્થા સારી એવી છે. આનાથી અમે બે પૈસા ભેગા કરી શકીએ છીએ.

