સરકાર અમારા જેવા કારીગરોને પ્રોત્સાહિત કરે છે : અજરખ કારીગર નાસીરભાઇ ખત્રી

હિન્દ ન્યુઝ, ભુજ

             મારુ નામ નાસીર ઇસ્માઇલ ખત્રી છે. ગુજરાતમાં અહીં સ્ટોલનો ચાર્જ લેવામાં આવતો નથી. બહારથી આવનારને રહેવા જમવા અને આવવા જવાનો પણ ખર્ચ આપી સરકાર કારીગરોને પ્રોત્સાહિત કરે છે. હું ભુજ અજરખપુરથી આવુ છું. હાથ શાળા નિગમ, વસ્ત્રમંત્રાલય તરફથી TADA (પ્રવાસભથુ)પણ આપે છે આવા સ્ટોલથી અમને કસ્ટમર સાથે સીધો સંપર્ક થાય છે અને એક સાથે વધુ ઓર્ડર પણ મળી જાય છે. ગુર્જરી બજાર જેવું આ ભુજ હાટ સૌને ઘણું ઉપયોગી છે, છેલ્લા ૨૦ વર્ષથી ભુજના અજરખપુર ગામે અને હાલે ૮મી પેઢીથી અજરખ બ્લોક પ્રિન્ટ કારીગરી કરનાર નાસીરભાઇ ભુજ હાટ ખાતે હાલે ૨૧મી સુધી ચાલનાર ગાંધી શિલ્પ બજારમાં સ્ટોર ઉભો કરી રોજગારી મેળવી રહ્યા છે

Related posts

Leave a Comment