હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર ખાતે દ્વિ-દિવસીય જિલ્લા કક્ષાનુ ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-2023 નો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી અને સીટી મ્યુઝિયમ ખાતે મુખ્ય અતિથિ નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.
આ પ્રદર્શન દરમિયાન ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવર વિમોચન માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે, આ પ્રસંગે ભાવનગરના ઘરેણા સમાન રાષ્ટ્રીય ઉદ્યાન – વેળાવદર અને ભાવનગરની આર્થિક જીવાદોરી સમાન એશિયાનાં સૌથી મોટાં શિપ રિસાયક્લિંગ યાર્ડ – અલંગનાં સ્પેશિયલ કવરના વિમોચન કરવાની મંજૂરી ભારતીય ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે કાળિયાર નેશનલ પાર્ક – વેળાવદર તથા અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ – ભાવનગરના સ્પેશિયલ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પદાધિકારીઓ તથા સૌરાષ્ટ્ર અને કચ્છ રિજીયનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એ. કે પાંડે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના ટિકિટ પ્રદર્શનનો ભાવનગરની જાહેર જનતા તથા સ્કૂલના બાળકો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી શ્રી ડી. એચ. તપસ્વી (સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ – ભાવનગર) દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેમ્પ ડિઝાઇન કોમ્પિટિશન તથા ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેનો બાળકો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવ્યો હતો. વિજેતા થયેલ બાળકોને શીલ્ડ અને સર્ટીફીકેટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.