હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયા ની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩ યોજાઇ રહ્યી છે જેમાં તા. ૨૮ અને ૨૯ ઓક્ટોબરના જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
“સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વય જૂથના ખેલાડીઓએ સરદાર પટેલ રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે સાથે જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેવા તા. ૨૮/૧૦/૨૩ અને ૨૯/૧૦/૨૩ ના રોજ સવારે 8 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે,
“સાંસદ ખેલ મહોત્સવ 2023” અંતર્ગત તા. ૨૮ ઓક્ટોબરના ૧૦૦/૫૦ મી. દોડ, લાંબી કુંદ, ગોળફેંક, શુટિંગ બોલ (વય: ૧૫ થી ૨૦), તેમજ બહેનો માટે કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ તથા તા. ૨૯ ઓક્ટોબરના શુટિંગ બોલ (વય: ૨૧ થી ૩૫ અને ૩૬ થી ૫૦) તેમજ ભાઈઓ માટે માટે કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ અને બહેનો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલ, સિક્કા શોધ ની સ્પર્ધાઓ યોજાશે.