હિન્દ ન્યુઝ, રાજકોટ
અમદાવાદ : દુનિયાભરમાં આજથી ચાર દિવસ ઉપરાંત તા. ૨૨ મી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના ૫૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. ૮ અને તા. ૯ વહેલી પરોઢે આકાશમાં ફેંકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જેવા મળી હતી. ઉપરાંત આજથી તા. ૧૩ ની વહેલી પરોઢે ઉલ્કા પડતી જોવા મળશે. કલાક દીઠ દર મધ્ય-ઉત્તરી અક્ષાશો (45N) પરશ્રી જોવામાં આવતા ૪ ની નજીક અને ઉષ્ટકટિબંધીય દક્ષિણી સ્થાનો (25S) પરથી જોવા મળતા ૩ ની નજીક અને કલાક દીઠ દરો ૧૧ ની નજીક મધ્ય-ઉત્તરી અક્ષાંશ (45N) અને ૯ ઉષ્ણકટિબંધીય દક્ષિણી સ્થાનો (255) પરથી દેખાય છે. ખગોળી ઘટના નિહાળવામાં ધીરજ રાખવી જરૂરી છે.
વધુમાં પડયા જણાવે છે કે ડ્રોનીકસ ઉલ્કા વર્ષાની મહત્તમ મંગળવાર થી શુક્રવાર મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢે આકાશમાં જોવા મળશે નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનુ સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાવું છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેશ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે, તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

જાથાના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ઉંહકા વર્ષા નિહાળવા મધ્ય રાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી બે કે ત્રણ દિવસનો પડાવ નાખે છે. ચારેથ દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દૂરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડિઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.
એડવોકેટ જયંત પંડયાએ જમાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્ય પ્રકાશ દરમ્યાન પડકી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ડ્રેકોનીકસ ઉહકા વર્ષા દુનિયાના અમુક ભાર્ગોમાં ૫૦૦ થી વધુ પડી ઉલ્કાનો વરસાદ પડસે. જોનારા દિઢ બની જશે. ઉલ્કા વર્ષાની દિશા નિશ્ચિત નથી. કુદરતી ઘટના હોય, સમય, દિવસનો સામાન્ય ફેરફાર જોવા મળે છે. અવકાશી ઘટનામાં ઘીરજનો ગુણ અતિ જરૂરી છે. કયારેક નિરાશા પણ સાંપડે છે. જીંદગીમાં એકવાર ઉકા ખતરી જોવી તે લ્હાવો છે. કાયમી સંભારણુ બની જાય છે.

રાજયમાં ખગોળપ્રેમીઓના સંપર્ક પછી અમદાવાદ, રાજકોટ, ગાંઘીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત તાલુકા મથકોએ ઉલ્કા વર્ષા નિહાળવા સંબંધી આોજન કરવામાં આવ્યું છે.
જાથાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ બાળકો, શાયુઓ, નાગરિકોને અવકાશ તરફ નજર કરતાં થાય તેનું અભિયાન ચાલી રહ્યું છે.
રાજયમાં ઉલ્કા વર્ષા સંબંધી વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.


