જસદણમા સફાઈના અભાવે ગંદકીનુ સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, જસદણ

     આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જસદણ નગરપાલિકા વિસ્તારમાં ગંદકીનાં થર જામી ગયા છે. એક બાજુ તહેવાર ચાલી રહ્યા ત્યારે જ્યા જુવો ત્યાં કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. ગંદકીનાં કારણે મચ્છર જન્ય રોગ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાય રહ્યો છે. પાલીકા દ્વારા સફાઈના નામે લાખો રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવે છે, પણ સફાઈ કરવામાં આવતી નથી, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી જસદણ શહેરવાસી ઈચ્છી રહ્યા છે.

જસદણ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી કચરાના ઢગલા પડેલ છે છતા પણ કોઈ કચરો ઉપાડવા આવતા નથી આ બાબતે અનેક રજુઆત કરવા છતાં પણ તંત્ર પાલિકા દ્વારા કોય યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી વેહલી તકે આ ગંદકી નો નિકાલ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment