બ્લાઇન્‍ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા છોટાઉદેપુરનાં દિવ્યાંગ ભાઈઓ/બહેનો માટે રોજગાર મેળો યોજાશે

 હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લામાં બ્લાઇન્‍ડ પીપલ્સ એસોસિએશન તથા છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા છોટાઉદેપુર, ક્વાંટ, અને પાવી-જેતપુર તાલુકાનાં અસ્થિવિષયક ખામી, આંખની ખામી તેમજ શ્રવણમંદ ખામીવાળા ૧૮ થી ૪૦ વર્ષની વય સુધીનાં દિવ્યાંગ ભાઈઓ /બહેનો જે સ્વ-રોજગાર કરવા ઈચ્છતા હોય તે દિવ્યાંગોને રોજગારી કીટ આપવાની છે. જેનાં માટે દિવ્યાંગ ઉમેદવારોએ તા. ૦૭/૧૦/૨૦૨૩એ શનિવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ૧:૩૦ કલાક સુધી બી.આર.સી (BRC) ભવન, છોટાઉદેપુર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તથા પોતાની સાથે અસલ પ્રમાણપત્રો જેવા કે, 

૧) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (૨૦૧૬ પછીનું) ૨) આધારકાર્ડ 3) શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો ૪) જાતિનું પ્રમાણપત્ર ૫) આવકનો દાખલો આ પ્રમણપત્રો અસલની સાથે એક ઝેરોક્ષ સહિત લાવવાનાં રહેશે.

Related posts

Leave a Comment