ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ ની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૫/૧૦/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં સાધુવાસવાણી કુંજ રોડ પર ટી.પી. સ્કીમ નં.૧૯(રાજકોટ) નાએફ.પી.નં. ૧૩/બી, એસ.ઈ. ડબ્લ્યુ.એસ. હાઉસિંગ હેતુના અનામત પ્લોટ માંથી ૬-ઝુંપડા તથા મોહન પાર્ક વિસ્તારમાં એફ.પી.નં. ૧૬/ઈ, ગાર્ડન હેતુના અનામત પ્લોટ માંથી ૧ ટોયલેટ તેમજ વોર્ડનં.૨માં એચ.સી.જી. હોસ્પિટલ પાછળ ટી.પી. સ્કીમ નં.૯ (રાજકોટ) ના એફ.પી.નં.આર-૧, રહેણાંક વેચાણ હેતુનાં અનામત પ્લોટમાંથી ૮ ઝુંપડાનું થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૬૫ કરોડની કિંમતની ૧૬,૬૧૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

Related posts

Leave a Comment