હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર હોર્ડીંગ બોર્ડ મારફત તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ બસ સ્ટોપ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના રાઈટ્સ વિવિધ એજન્સીઓને આપવામાં આવેલ છે. જે એજન્સીઓ દ્વારા તેઓને આપવામાં આવેલ રાઈટ્સના અનુસંધાને રાજકોટ રાજપથ લી.ને નિયમિત ધોરણે લાયસન્સ ફીની રકમ ચુકવવાની થાય છે.
મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપનીને બી.આર.ટી.એસ. કોરીડોર પર ૧૧ યુનિપોલ અને ૦૪ ઓબ્લીગેટરી સ્પાન પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક તા.૦૯/૦૭/૨૦૨૩ સુધીની મુદ્દત માટે તથા૦૫ યુનિપોલ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક તા.૨૬/૧૦/૨૦૨૩ સુધીની મુદ્દત માટે આપવામાં આવેલ હતા.
મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપની દ્વારા રાજકોટ રાજપથ લી.ને લાયસન્સ ફીની રકમ ચુકવવા આવતી ન હોય, આ કામે એજન્સીને નોટીસ પાઠવવામાંઆવેલ. આમ છતા એજન્સી દ્વારા બાકી લાયસન્સ ફીની રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય,મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપનીને રાજકોટ રાજપથ લી.ના તમામ કામો માટે ૧૦ વર્ષ માટે ડીબાર / બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે.
મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપની, અમદાવાદની જમા રહેલ બેંક ગેરંટીની રકમ રૂ.૨૪,૪૦,૩૧૫/- રાજકોટ રાજપથ લી. દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ રાજપથ લી.ની બાકી રકમ વસુલવા એજન્સી વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે