વેરાવળમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચોપાટી સહિતના વિસ્તારની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં નદી તળાવ અને ચોપાટીની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી.

આ સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા  દ્વારા શહેરમાં દેવકા નદી, સોમનાથ સરોવર, ભાલકા સરોવર સહિત નદી-સરોવરની સાફ સફાઇ કરવામાં આવી હતી તેમજ શહેરમાં આવેલ  ચોપાટી વિસ્તાર અને સમુદ્ર કિનારાની વિસ્તાર સહિતની સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાફ સફાઇ  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment