સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનારમાં ધાર્મિક સ્થળો અને ગરબી ચોકની સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ

ગીર સોમનાથ 

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં પણ ગ્રામ્ય સ્તરથી લઈ શહેરી વિસ્તાર સુધી સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે. સફાઈ અભિયાન અંતર્ગત કોડીનારમાં થીમ આધારિત સફાઈ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તથા ગરબી ચોકની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આસપાસનો નકામો કચરો એકત્રિત કરી અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ પણ આવતા દિવસોમાં અન્ય સ્થળોએ પણ સફાઈ ઝૂંબેશ ચલાવવામાં આવશે.

Related posts

Leave a Comment