ગુજરાતના પૂર્વ સીએમ અને સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ સ્વ કેશુભાઈ પટેલ ના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટ મા વિસર્જિત કરાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

સ્વ. કેશુભાઈ પટેલ નું આશરે 92 વર્ષ ની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતા આજે તેમના દીકરાઓ અને પરિવાર સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા ત્રિવેણી ઘાટ મા સ્વ. કેશુભાઈ પટેલ ના અસ્થિ નું વિસર્જન કરવામાં આવ્યું.કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પણ અહીં થી જ નિજ ધામ પધાર્યા હતા અને મહાભારત યુદ્ધ બાદ પાંડવો દ્વારા પણ અહીં પિતૃ મોક્ષ માટે પિંડદાન કરાયું હતું. સોમનાથ ની ભૂમિ ને હરિ અને હરની ભૂમિ કહેવામાં આવે છે. સોમનાથ ખાતે સરસ્વતી કપિલા અને હિરણ નદીનું સંગમ થાય છે જેના કારણે આ નદી ને ત્રિવેણી નદી કહેવામાં આવે છે. શાસ્ત્રો ના મતે ત્રિવેણી માં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, ત્યારે સ્વ. કેશુભાઈ પટેલ લગભગ 2 દાયકા વધુ થી સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં પણ નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિત ના ટ્રસ્ટીઓ એ વધારે એક વખત કેશુભાઈ પટેલ ને અધ્યક્ષ તરીકે સરવાનું મતે નિમણૂક કર્યા હતા. જો કે સ્વ. કેશુભાઈપટેલ નું ટૂંકી બીમારી બાદ નિધન થતા તેમના અસ્થિઓ નું આજે તેમના પરિવારે ત્રિવેણી માં વિસર્જન કર્યું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment