વાંકાનેરના પુલ દરવાજા નજીક વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર

વાંકાનેર સીટી પોલીસ ટીમના શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન પુલ દરવાજા પાસે વરલીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમતા રમેશભાઈ તેજાભાઈ કોળી (રહે. આરોગ્યનગર, વાંકાનેર) અને હુસેનભાઇ ઈસ્માઈલ ઘાંચી (રહે. કુંભારપરા, વાંકાનેર) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ. 5,140 /- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment