હિન્દ ન્યૂઝ, નર્મદા
તા. 7, નર્મદા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી ના સાનિધ્ય માં જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય ઓની [લોકડાઉન] બાદ પ્રથમ શૈક્ષણિક સત્ર ની પ્રથમ બેઠક યોજાય. જેમાં સત્ર દરમિયાન વિવિધ માધ્યમ થી થયેલ શૈક્ષણિક કાર્ય ની સમીક્ષા ના ભાગ રૂપે સરકાર ની કોવિડ ની ગાઈડ લાઈન મુજબ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક ની શરૂઆત કચેરી ના ડી.બી.વસાવા દ્વારા હોમ લર્નિંગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મણિલાલ પરમાર દ્વારા શાળામાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ ની બદલી થતા માધમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ નો હવાલો જિલ્લા શિક્ષણ આધિકારી [પ્રાથમિક ] જયેશભાઇ પટેલ ને સોંપવામાં આવ્યો. બેઠક માં જિલ્લાની તમામ શાળાઓ ના આચાર્ય દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. બેટકમાં પટેલ દ્વારા તેમના વક્તવ્ય માં ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓ એ વિવિધ આધ્યાત્મિક વાતો નાં સંદ્રભ થી આચાર્યો ને મંત્ર મુગ્ધ કર્યા હતા. પરિસ્થિતિ સાનુકૂળ હોય ત્યારે સારા કામ કરવા જોઈએ, પરિસ્થિતિ સાનુકૂળ ન હોઈ તો પણ સારા જ કામ કરવા જોઇએ જેવી અનેક રીતે વાતો થી માર્ગદર્શન આપ્યું. નિયમિતતા, સત્યતા, શીગ્રતા જેવા ગુણો ની વાતો સાથે પ્રેણાત્મક વાર્તાઓ દ્વારા હકારત્મક સાથે કામ કરવા ની શીખ આપી હતી. બેઠક માં આચાર્ય સંધ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, સરકારી શાળા ના નાઈકભાઈ, સરકારી શાળા ના આચાર્ય વર્ષાબેન અને નરેન્દ્રભાઈ તેમજ વિવિધ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા