કોળીયાક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભવ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગરના કોળીયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત તા 5 ઓકટોબર નાં રોજ સવારે ૯ થી ૧ મેડિકલ કેમ્પ યોજાયો હતો. 

જેમાં માનસિક રોગ, ફિઝિશિયન, સ્રી રોગ નિષ્ણાંત, આંખના સર્જન, કાન નાક ગળાના નિષ્ણાત, લેબોરેટરી વગેરે કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આર.સી.એચ. ડો. કોકીલાબેન સોલંકી, એપેડેમીક અધિકારી ડો. ચંદ્રકાન્ત કણઝરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણી, રાજભાઇ ભાટિયા, હિરેનભાઇ મિસ્ત્રી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડીત, શ્રી જીવણભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. પાયલ સાચાપરા તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર કોળીયાકનો સ્ટાફ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુંભલીનો સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment