ગીર સોમનાથમાં જિલ્લાના સુત્રાપાડા તાલૂકાનાં પ્રાચી ખાતે તાલુકાકક્ષાનાં મિલેટ મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩‘ હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા મિલેટ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના મિલેટ મેળાનું  આયોજન કરવામાં આવી રહ્યુ છે.જે અંતર્ગત તા.૬ ઓક્ટોબરના રોજ સુત્રાપાડા તાલુકાનો  તાલુકા કક્ષાના મિલેટ મેળો કારડિયા રાજપૂત સમાજની વાડી પ્રાચી ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે

જેમા ખેડુતોને અદ્યતન ખેતી પદ્ધતિ વિષે તેમજ તૃણ ધાન્યોના વાવેતર વધારવા સહિતની બાબતો પર ખેડૂતોને અપાશે માર્ગદર્શન અને

ખેડૂત મિત્રો સહિત આ મિલેટ મહોત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે જાહેર જનતાને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment