વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ડિડ‍્સ અંતર્ગત અર્વેનેશ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, લાખણી

ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર ના સહયોગથી સમીકરણ સહાયક ઉજાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભાભર તાલુકાના વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ‍્સ અર્વેનેશ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સરપંચ શ્રીમતી એવનબા દિલીપસિંહ વાઘેલા તથા રબારી ધુડીબેન‌ રામાભાઇ તા.પં. સદસ્ય ભાભર ઉપસરપંચ માનસંગ ભાઈ બોચોતર તથા ડેરી મંત્રી જામાભાઈ દેસાઈતથા તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક કાર્યકર વિક્રમદત્ત દવે તથા વિક્રમસિંહ એ વાઘેલા તથા નારણભાઈ દવે તથા પ્રવીણભાઈ પ્રજાપતિ તાલીમ તજ્જ્ઞો ‌ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં covid-19 નીતિ નિયમોનું પાલન કરી માસ્ક ફરજિયાત પહેરેલ તાલીમ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવેલ આ પ્રસંગે તજ્જ્ઞો દ્વારા પર્યાવરણ જાગૃતિ ગામમાં અને ઘરના કચરા નિકાલ વ્યવસ્થા‌‌ પાણીનો બગાડ અટકાવો પર્યાવરણની જાળવણી કરવી તથા દર વર્ષે પર્યાવરણનો ઉછેર કરી આપણે કુદરતી સંપત્તિને જાળવવા હાકલ કરી હતી આ પ્રસંગે દિલીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગામમાં પાણી પર્યાવરણ તથા કુદરતી કુદરતી સંપત્તિને જાળવવી દરેક ગ્રામજનોએ સાથ અને સહકાર આપવો જોઈએ‌ ત્યારે વિક્રમભાઈ દવે તથા માનસેગભાઈ‌‌ દેસાઈ ‌ તાલીમ શિબિરના સુંદર આયોજન તથા સારી રીતે માર્ગદર્શન ‌આપીને આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે મહેમાનો ને ‌હસ્તે જાગૃતિ પોસ્ટર નું દિલીપસિંહ વાઘેલા અને વિક્રમ દત્ત દવે દ્વારા પોસ્ટર નું વિમોચન કરવામાં આવેલ કાર્યક્રમના અંતે આભાર વિધિ સહયોગ હરેશભાઈ પ્રજાપતિ‌‌ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment