હિન્દ ન્યુઝ, થરાદ
સમગ્ર ગુજરાત ને હચમચાવી નાખે એવી ધંધુકા અને રાધનપુર ની ઘટના ના પરિણામે વહેલી સવારે થી થરાદ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. કરણી સેના સાથે અનેક હિન્દૂ સંગઠન અને સામાજિક આગેવાનો એ બંધ નું એલાન આપ્યું હતું. જેના કારણે સમગ્ર શહેર ને સ્વૈચ્છિક બંધ રહ્યુ હતું અને આવા નરાધમ ને તત્કાળ સજા આપવાની માંગ કરાઈ હતી. બજાર ની સાથે થરાદ માર્કેટયાર્ડ પણ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું હતું.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ