રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીની સરાહનીય કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

       હાલના સમયમાં જયારે ચોર, લુંટના બનાવો બની રહ્યા છે ત્યારે પ્રમાણિક માણસો પણ સમાજ જોવા મળે છે જેનું ઉદાહરણ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ચીમનભાઈ રવજીભાઈ શીંગાળાને તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ સફાઈ દરમ્યાન અમુલ સર્કલ પાસેથી રોકડ રકમ, ATM કાર્ડ અને અન્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવતા તેને મૂળ માલિકનો સંપર્ક કરી પરત કર્યું હતું. ચીમનભાઈ શીંગાળાની આ પ્રમાણિકતાને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે બિરદાવી હતી.

       વોર્ડ નં. ૧૫માં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ચીમનભાઈ શીંગાળા પોતાના વિસ્તારમાં નિયમિત રીતે સફાઈ કરતા હતા ત્યારે તેમને અમુલ સર્કલ પાસેથી રોકડ રકમ, ATM કાર્ડ અને અન્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવ્યું હતું. પાકીટમાં રહેલ ડોક્યુમેન્ટ પરથી માલુમ પડ્યું કે આ પાકીટ કડવાભાઈ અરજણભાઈ મુંધવા કે જેઓ ખોડીયારપરાના રહેવાસી છે તેમનું છે. ચીમનભાઈ શીંગાળાએ તુર્ત જ વોર્ડ ઓફિસે પહોચી કડવાભાઈ મુંધવાનો સંપર્ક કરી વોર્ડ ઓફિસે બોલાવી તેમની ખરાઈ કરી પાકીટ પરત કર્યું હતું.

Related posts

Leave a Comment