પેટલાદ સંસ્કૃત પાઠશાળા અને બોચાસણ પીટીસી કોલેજ ખાતે મતદાન કરવાના સંકલ્પ પત્ર ભરાવાયા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

   ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચના મુજબ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નિચે આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે.

        આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ કાર્યક્રમ યોજી મહિલાઓ, યુવાઓ અને તમામ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત આણંદ જિલ્લાના મતદારો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમ જિલ્લાભરમાં યોજવામાં આવી રહ્યા છે

જે અન્વયે સ્વીપ અંતર્ગત પેટલાદ સંસ્કૃત પાઠશાળા ખાતે અને બોચાસણ પીટીસી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘‘અમે મતદાન સહપરિવાર કરીશું’’ તેવા સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવા મતદારો મતદાનમાં સહભાગી બને તે માટે ચૂંટણી પ્રક્રિયા વિષયક માગદર્શન આપી તેમને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મતદારો અને યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વને લઈને જાગૃતિ ફેલાઈ તે માટે લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક મતદાર સુધી પહોંચીને તેમને અવશ્ય મતદાન કરવા બાબતેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનના માગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા SVEEP અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment