ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા તથા મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્ઘાટન સમારોહ

હિન્દ ન્યુઝ, ભાવનગર

      કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કહ્માણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષતામાં ભાવનગર લોકક્સભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯, ર૦, ૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિદ્ય તાલુકાઓમાં યોજાયેલ હતો.આજ રોજ તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, મેયર ભરતભાઇ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, શહેર ભાજપ પ્રમુખ અભસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત જીલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ દિવસે કુલ ૧૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વયજૂથના ખેલાડીઓએ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, ભાવનગર ખાતે જિષ્ઠા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૨૯ ઓકટોબરના સેજ શુટિંગ બોલ (વ. ૨૧ ૩૫) (૧૫ ૩૬ શ્રી ક), કબડ્ડી (બાઇઓ), રસ્સા ખેંચ (ભાઇઓ), ખો-ખો (ભા), વોલીબોલ (ભાઇઓ), સંગીત ખુશી, લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ જેવી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે.સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતી તા.૨૯ ઓક્ટોબરના રોજ ધનાર છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ, મનસુખ માંડવિયા તથા ૧૫-ભાવનગર/બોટાદના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ દ્વારા વિજેતા ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરશે.

Related posts

Leave a Comment