હિન્દ ન્યુઝ, અંકલેશ્વર
અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હત., રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરાઈ હતી. હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેર માં એકતા નો માહોલ જોવા મળીયો હતો.

આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં એકતા નો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દૂ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એજ હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી ગ્યાસુદ્દીન સૈયેદ બાવા, વસીમ ફડવાલા, મ્યુ સભ્ય બક્કો પટેલ, રિટાયર્ડ પીઆઇ મોહમ્મદ અલી શેખ, સોકત ચીકીવાળા, અસ્ફાક બાગવાળા, નજમુદ્દીન ભોલા, ઈરફાન લાલ, સેફાન શેખ તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મો. ખાલિદ શેખ, ભરૂચ

રિપોર્ટર : મો. ખાલિદ શેખ, ભરૂચ

