હિન્દ ન્યુઝ, જામનગર રાજયના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના સુચારું આયોજન અંગે જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરએ લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ અભિયાનમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં…
Read MoreDay: November 8, 2023
જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે દરેક યુવાનોને રોજગાર મળે તે ધ્યેય નિમિતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમના અધ્યક્ષ અને મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપા દ્વારા ઉમેદવારોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને કાર્યક્રમને અનુરૂપ પ્રેરણાત્મક ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા ઉમેદવારોને સ્વરોજગાર અને રોજગાર રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ જોબફેરમાં 138 જેટલા રોજગારવાંચ્છું ઉમેદવારોએ ભાગ લીધો હતો.…
Read Moreજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર આગામી દિવસોમાં દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ, ગુરુ નાનક જયંતી જેવા તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.૭-૧૨-૨૦૨૩ સુધી કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર…
Read Moreજામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
”સ્વચ્છતા હી સેવા અભિયાન” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છ દિવાળી શુભ દિવાળી” અને “મેઈડન સિગ્નેચર” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાયરા એનર્જી, એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયા અને ફિડબેક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થકી “સ્વચ્છ હાલાર પ્રોજેક્ટ” અંતર્ગત સ્વચ્છ દિવાળી સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંં નાગરિકોએ સ્વચ્છતા જાળવવાના શુભ સંકલ્પ સાથે સહી ઝુંબેશમાંં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, રેગ પીકર્સ/સફાઈ કામદારો માટે સ્વચ્છ ભારત અભિયાન અન્વયે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય…
Read Moreજામનગર સીટી મેઈન બસ સ્ટેન્ડ સહિત લાલપુર-કાલાવડ હાઈવે પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
”સ્વચ્છતા હી સેવા અભિયાન” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તા.08 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ એસ.આર.સ્કુલ, નંદ વિદ્યા નિકેતન અને ગ્રીન કોમ્યુનીટી દ્વારા જામનગર સીટી મેઈન બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વોર્ડ નં.4 માં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ લાલપુર હાઈવે અને કાલાવડ હાઈવે માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૨૨ નવેમ્બર થી બે માસ સુધી ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ભાવનગર જિલ્લામાં આગામી તા. ૨૨ થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને છ રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે આયોજન હોલમાં મળેલી બેઠકમાં કલેક્ટર શ્રી આર. કે. મહેતા એ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના…
Read Moreભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ સફાઈ અભિયાન થકી સ્વચ્છતા ઝુંબેશ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ જોવા મળી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૬ થી ૧૧ નવેમ્બર ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સફાઇ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પૃનિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના લુવારા ગામે કોલ બનાવવાની કામગીરી, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ગાંડા બાવળ કટીંગની કામગીરી, મહુવા તાલુકાના ખરેડ ગામે બાવળ કાપણી કામગીરી, જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે બસ સ્ટેન્ડની સાફ સફાઈ, ભાવનગર તાલુકા ના…
Read Moreમહીસાગર જીલ્લાના વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ
હિન્દ ન્યુઝ, મહીસાગર જિલ્લાના દરેક તાલુકાઓમાં ગ્રામજનો સહભાગી થઈને સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ મહીસાગર રાખવા આહ્વાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરતું સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે આજરોજ મહીસાગર જીલ્લાના વિવિધ તાલુકાઓમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. જે અંતર્ગત…
Read More‘સ્વચ્છતા હી સેવા’ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
હિન્દ ન્યુઝ, ડાંગ સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્યમા ગતિમાન બનેલૂ સફાઈ અભિયાન, ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો તથા સરકારી કચેરીઓમાં પણ હાથ ધરાયુ છે. સફાઈ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની આગેવાની હેઠળ જિલ્લા પોલીસકર્મીઓ દ્વારા પોલીસ ચોકી, પોલીસ ગ્રાઉન્ડ તેમજ પોલીસ આવાસ પરીસરની આજુબાજુ સફાઇ હાથ ધરવામા આવી હતી.
Read Moreસુરક્ષિત દિવાળી ત્યોહાર માટે ફાયર & ઇમરજન્સી સર્વિસીઝ શાખા સજ્જ, પાંચ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશન બનશે
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ શહેર વિસ્તારમાં આગામી દિવાળી તહેવાર દરમ્યાન વિવિધ જગ્યાએ ફટાકડા દુકાન / સ્ટોલ ધારકો દ્વારા વેંચાણ કરવામા આવતુ હોય, તેમજ શહેરીજનો દ્વારા ફટાકડા ફોડવામા આવતા હોય, ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા જાહેર સલામતિ માટે હાલ કાર્યરત આઠ ફાયર સ્ટેશનો ઉપરાંત વધારાના પાંચ ફાયર સ્ટેશનો હંગામી ધોરણે કાર્યરત રહેશે એમ કુલ – ૧૩ ફાયર સ્ટેશન તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૧૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૦૮-૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આગ – અકસ્માત વખતે ૧૦૧ તથા નીચે મુજબના વિવિધ ફાયર સ્ટેશનના નંબર ઉપર તાત્કાલિક સંપર્ક…
Read More