જામનગર સીટી મેઈન બસ સ્ટેન્ડ સહિત લાલપુર-કાલાવડ હાઈવે પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી 

”સ્વચ્છતા હી સેવા અભિયાન”

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર તા.08 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ એસ.આર.સ્કુલ, નંદ વિદ્યા નિકેતન અને ગ્રીન કોમ્યુનીટી દ્વારા જામનગર સીટી મેઈન બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. 

આ ઉપરાંત, વોર્ડ નં.4 માં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ લાલપુર હાઈવે અને કાલાવડ હાઈવે માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

Leave a Comment