”સ્વચ્છતા હી સેવા અભિયાન”
હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છ દિવાળી શુભ દિવાળી” અને “મેઈડન સિગ્નેચર” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાયરા એનર્જી, એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયા અને ફિડબેક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થકી “સ્વચ્છ હાલાર પ્રોજેક્ટ” અંતર્ગત સ્વચ્છ દિવાળી સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંં નાગરિકોએ સ્વચ્છતા જાળવવાના શુભ સંકલ્પ સાથે સહી ઝુંબેશમાંં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત, રેગ પીકર્સ/સફાઈ કામદારો માટે સ્વચ્છ ભારત અભિયાન અન્વયે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી તા.11 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ ફ્લાય ઓવર્સ, બસ સ્ટેન્ડસ, રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.