હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર ૧૭,૩૨૯ ખેડૂતોની અરજીઓની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટર ખરીદી માટે ૮૩૬ ખેડૂતોને રૂ.૮.૩૫ કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઈપ પ્લાઉ, ઓટો. ઓરણી, થ્રેસર અને બ્રશ કટર જેવા સાધનોમાં ૨૨૧૦ લાભાર્થીઓને રૂ.૧૯.૨૩ કરોડની સહાય ચુકવવામાં આવી હતી.
સિંચાઈ માટેના સાધનો જેવા કે, ખુલ્લી પાઈપલાઈન, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન અને પમ્પસેટમાં ૮૦૬ લાભાર્થીઓને રૂ.૧૪૦.૬૦ લાખની સહાય તથા પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનોમાં ૭૬૭ ખેડૂતોને રૂ. ૧૮.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી હતી. સ્ટોરેજ યુનિટ ઘટક હેઠળ ૮૩ લાભાર્થીઓને રૂ.૮૩ લાખની સહાય તથા આધુનિક ખેત પદ્ધતિ અંગેના નિદર્શન ઘટક હેઠળ ૨૮૬૫ લાભાર્થીઓને રૂ.૧.૧૪ લાખની સહાય ચુકવવામાં આવી હતી. સજીવ ખેતીમાં રજીસ્ટ્રેશન અને ઈનપુટ ઘટક હેઠળ ૯૧૨ ખેડૂતોને રૂ.૩૬.૫૫ લાખની સહાય ચુકવવામાં આવી હતી. આ ઉપરાંત, અનુસૂચિત જાતિના લાભાર્થી ખેડૂતોને શેરડી પાકના વાવેતર પર સહાયની યોજના હેઠળ ૭૪ લાભાર્થીઓને રૂ.૫.૯૪ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અ.જા. અને અ.જનજાતિ સિવાયના ખેડૂતોને શેરડી પાકના વાવેતર, શેરડી પાકમાં સિંગલ આઈબડ, લીલો પડવાશ અને પ્લાસ્ટિક કેરેટમાં સહાય આપવાની યોજનાઓ માટે ૧૯૪૧ લાભાર્થીઓને રૂ.૧૨૫.૨૮ લાખની સહાય ચુકવવામાં આવી હતી.
#surat #infosurat #gujarat #gujaratinformation
