સુરત મેટ્રો પ્રોજેકટની અંદાજે ૭૫ ટકાથી વધુ કામગીરી પુર્ણ થઈ ચુકી છે

હિન્દ ન્યુઝ, સુરત 

    સુરત મેટ્રો પ્રોજેક્ટના ૨ કોરિડોર અંતર્ગત કુલ ૪૦.૩૫ કિ.મી. લંબાઈના રૂ.૧૨,૦૨૦ કરોડના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટમાં કુલ ૩૮ સ્ટેશનો તેમજ ૨ ડેપો (ડ્રીમ સિટી ડેપો અને ભેસાણ ડેપો)નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની અંદાજે ૭૫% થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

            પ્રધાનમંત્રીશ્રીના “વિકસિત ભારત”ના વિઝન અંતર્ગત દેશના શહેરોમાં મેટ્રો જેવી આધુનિક, સુરક્ષિત અને સુવિધાસભર પરિવહન વ્યવસ્થા ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે તેઓ સતત આગ્રહી રહ્યા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રીશ્રી આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે અને સમયસર પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

                       સુરત મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર-૧ (નોર્થ-સાઉથ કોરિડોર) અંતર્ગત ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના ૮.૫ કિમી તથા ૭ સ્ટેશનો પર ટ્રાયલ રન કામગીરી તા.૨૯ માર્ચ, ૨૦૨૬થી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ટ્રાયલ રન સાથે વિવિધ ચકાસણી અને પરીક્ષણ પ્રક્રિયા GEC તથા GMRC દ્વારા પ્રગતિમાં છે.

                      તે જ રીતે હવે કોરિડોર-૨ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) અંતર્ગત ૬.૫ કિમી તથા ૭ સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ચુકી છે અને તેના ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન ટ્રેન રનીંગ આશરે ૫૦૦ કલાક સુધી કરવામાં આવતું હોય છે તેમજ તેની વિવિધ ચકાસણીઓ GEC તથા GMRC દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ RDSO તથા અન્ય રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પણ જરૂરી ચકાસણીઓ હાથ ધરવામાં આવ્યા બાદ CMRS દ્વારા અંતિમ સુરક્ષા નિરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Related posts

Leave a Comment