સુરક્ષિત દિવાળી ત્યોહાર માટે ફાયર & ઇમરજન્સી સર્વિસીઝ શાખા સજ્જ, પાંચ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશન બનશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ શહેર વિસ્તારમાં આગામી દિવાળી તહેવાર દરમ્યાન વિવિધ જગ્યાએ ફટાકડા દુકાન / સ્ટોલ ધારકો દ્વારા વેંચાણ કરવામા આવતુ હોય, તેમજ શહેરીજનો દ્વારા ફટાકડા ફોડવામા આવતા હોય, ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા જાહેર સલામતિ માટે હાલ કાર્યરત આઠ ફાયર સ્ટેશનો ઉપરાંત વધારાના પાંચ ફાયર સ્ટેશનો હંગામી ધોરણે કાર્યરત રહેશે એમ કુલ – ૧૩ ફાયર સ્ટેશન તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૧૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૦૮-૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આગ – અકસ્માત વખતે ૧૦૧ તથા નીચે મુજબના વિવિધ ફાયર સ્ટેશનના નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવા નાગરિકોને ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાનો અનુરોધ કરવામા આવે છે.

હંગામી ફાયર સ્ટેશનો :- ૧. પરાબજાર, ૨.ફૂલછાબ ચોક, ૩. સંત કબીર, ૪. નાનામવા સર્કલ, ૫. યુનિ. રોડ

Related posts

Leave a Comment