ઓકટોબર ૨૦૨૩ના માસમાં વિવિધ ૧૨ દેશના કુલ ૪૩ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૮૮૯ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

ઓકટોબર ૨૦૨૩ના માસમાં વિવિધ ૧૨ દેશના કુલ ૪૩ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૮૮૯ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૧૬૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૮૩,૫૮૭ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત ઓકટોબર ૨૦૨૩નાં માસમાં ૦૨ ઓકટોબર ૨૦૨૩નાં “ગાંધી જયંતી” નીમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો. જેનો ૮૯૧ બાળકોએ લાભ લીધો હતો. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ગાંધી ધૂનનો” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment