હિન્દ ન્યુઝ જામનગર
“વિદેશી વેપાર નીતિથી ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં ધકેલાઈ રહ્યા છે”
ગીત અને ભેટ-સોગાદો ના નામે બિન જરૂરી ચીજવસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશ ના વેપારી એક મોટા બજાર ની સંભાવના જોઈ રહ્યા છે જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આવી ચીજવસ્તુઓ એકથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજો કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદો નું ચલણ હમણાં હમણાં ખૂબ વધી ગયું છે. ભારતના લોકોએ આ ષડયંત્રને ઓળખીને આવી ખોટી ખરીદી થી બચવું જોઇએ, તેવું હિન્દુ સેના ની 2021મી છેલ્લી સંપર્ક બેઠક માં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલ દ્વારા પૂનમના દિવસે સાળંગપુર થી શરૂ કરી રાજકોટ, ધ્રોલ તેમજ જામનગર ની બેઠકમાં વિસ્તૃત ચર્ચા સાથે સમજાવેલ તેમજ અનેક શાળાઓમાં થતાં ક્રિસમસના કાર્યક્રમોને રદ કરવા જોઈએ અને હિન્દુ સંસ્કૃતિને મહત્વ આપી દિવાળી, રામનવમી, મહાશિવરાત્રી જેવા તહેવારોને વધુ મહત્વ આપવા જણાવેલ હતુ.
સાન્તાક્લોઝ બાળકો માટે બહુ રમકડા અને ચોકલેટ લઈને આવે છે, બાળકોની આવી ખાનુચિત ધારણા હોય છે. ક્રિસમસ ની રાતે સૌથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે, સાન્તાક્લોઝ આવી જે ક્રિસમસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મૂકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પણ પ્રાપ્ત થતી હોતી નથી બાળકોની ખુશી માટે તેમના માતા-પિતા જ ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુ રાખી દેતા હોય છે. માતા-પિતાને સાન્તાક્લોઝ અને આ ભેટ વસ્તુઓનો સંબંધ બાળકો સામે આવો જોઈએ પણ અંગ્રેજી માનસિકતાવાળા બનેલા માતા-પિતા આવું કરતા નથી પરંતુ ચોથી સદી થી તુરકિતસ્તન ના મીરાનગર સ્થિત બિસપ નિકોલસ થી સાન્તાક્લોઝ ની આવી ભેટ પ્રથા નો શું આરંભ થયો તેઓ ગરીબ અને અનાથ બાળકોને ભેટ વસ્તુઓ આપતા હતા ત્યારથી અત્યાર સુધી આ પ્રથા ચાલુ છે. જે સાન્તાક્લોઝ ભારતના બાળકોનું માનસિક ધર્માંતરણ જ કરી રહ્યા છે. આવા માનસિક ધર્માંતરીત થયેલા બાળકો આગળ જતા હિન્દુ ધર્મની પરંપરાઓ ની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આવા બાળકો બુદ્ધિવાદી અને નિધર્મ વાદી બનીને એક પ્રકારની રાષ્ટ્રને ધર્મ ઉપર આઘાતો કરે છે. જેથી હિન્દુ સેના નાતાલમાં બાળકોનું ધર્માંતરણ કરાવવા વાળા થી ચેતવી રહી છે.