જામનગરનો બાળ કલાકાર અને ગોંડલ નાં નલીનભાઈ સોની નો ભાણેજ ને મળ્યો વિશ્વકર્મા રત્ન એવોર્ડ

હિન્દ ન્યુઝ, ગોંડલ

જામનગર શહેર ના બલરામ તેવા ૭ વર્ષ ના કેવિન સોની હાલ માં સ્ટાર ભારત ચેનલ ની સિરિયલ ‘”હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી” માં બલરામ નો રોલ નિભાવી રહ્યો છે. તેમને વિશ્વકર્મા રત્ન એવોર્ડ માં બેસ્ટ આઉટ સ્ટેન્ડિંગ ડ્રામા થી પ્રોત્સાહિત કરી સનમાનીત કરવામાં આવ્યો છે. અમદાવાદ ની દીનદયાલ ઉપાધ્યાય ઓડિતોરિયમ હોલ માં રવિવાર ન રોજ વિશ્વકર્મા રત્ન એવોર્ડ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં જામનગર ના બલરામ તેવા કેવિન કૌશલભાઈ સોની ને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ડ્રામા થી સન્માંનીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેવિન સોની દોઢ વર્ષ ની ઉમરે થી બાળ કલાકાર તરીકે કામ ની શરૂવાત કરી હતી અને તેને પ્રથમ હિન્દી ફિલ્મ બદમાશ રાવડી માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

 

 

અહેવાલ : આશિષ વ્યાસ, ગોંડલ

Related posts

Leave a Comment