કિસાન દિવસ નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ,

                           આ આયોજન માં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી ડોક્ટર બોચલીયા, ડોક્ટર કાલમાં, દીપભાઈ, સાયલા તાલુકાના આત્માના એટીએમ જયંતીભાઈ માલકીયા, જગદીશભાઈ એ હાજરી આપેલ જેમાં બોચલીયા એ કિસાન દિવસ નીમિતે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટેનું માર્ગદર્શન આપેલું. પ્રોજેક્ટડાયરેક્ટર આત્મા ના ભરતભાઈ પ્રાકૃતિક ખેતી વિશે ની વિસ્તૃત માહિતી આપી. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આસાદન, દસપર્ણી વગેરે કેવી રીતે બનાવવું અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે માહિતી આપી. ખેડૂત સમજી શકે એવી સરળ ભાષામાં માર્ગદર્શન આપેલ તેમજ ખેડૂતોએ પણ તેમને શાંતિથી સાંભળેલ અને માર્ગદર્શન લીધું જેમાં સાયલા તાલુકા ના બહેનો, સોખડા ગામના ભાઇઓ તેમજ અલગ-અલગ ગામના ગ્રામ મિત્રો અને નડાળા, દેવગઢ, ગંગાનગર, કેસર પર, સામત, ડોળીયા, ધજાળા લિંબાળા, મોરસલ વગેરે ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપે ત્યાં પ્રાકૃતિક ખેતી વિશે નું માર્ગદર્શન આપેલ.

 

રિપોર્ટર : રણજીત ખાચર, સાયલા

Related posts

Leave a Comment