સાયલા તાલુકાના લીંબાળા ગામે દારૂ પીધેલ હાલતમાં એક ઇસમ ઝડપાયો

હિન્દ ન્યુઝ,

ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારની આજુ બાજુના વિસ્તાર માં દારૂ પીધેલ ડીંગલ કરતા ઈસમો જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બનતા બનાવોની તપાસ શરૂ થવી જોવે. ત્યારે સાયલા તાલુકાના લીંબાળા ગામે પાસ પરમીટ વગર કેફીપીણુ / દેશી પીવાનો દારૂ પીધેલી હાલતમાં જાહેરમાંથી મળી આવતા પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબતે કુલદીપસિંહ રાઠોડ પો.કોન્સ એ.એસ.આઇ. દોલુભાઇ વેલાભાઇ ડાંગર, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લીંબાળા ગામે આવેલ પાંણીની ટાંકા પાસે એક ઇસમ સામેથી લથડીયા ખાતો બકવાસ કરતો મળી આવતા જે પોતે કોઇ કેફી પીણું પીધેલ જેવો જણાતા તેણે ઉભો રાખી તુરત જ સાથેના એ.એસ.આઇ. ડી.વી.ડાંગરનાએ બે રાહદારી પંચોને બોલાવી પંચોને સમજ કરી પંચો રૂબરૂ ઇસમનું નામ ઠામ પુછતા પોતે – પોતાનુ નામ બુધાભાઇ ગોબરભાઇ મેર, ઉ.વ.૪૫ ઘંઘો , ખેતી રહે.લીબાળા તા.સાયલા જી.સરેન્દ્રનગર વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. ઇસમની આંખો જોતા નશાથી લાલ ઘેરાયેલ જોવામા આવે છે. મજકુરને આરોપીના મોંઢામાં જોતા પોતાના શરીરનુ સમતોલપણુ જાળવી શકતો નથી શ્વાસો શ્વાસમાંથી કેફીપીણું દેશી પીવાનો દારૂ પીધેલાની પુષ્કળવાસ આવતી હોય ઇસમ પાસે દેશી દારૂ પીવા અંગે પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવલ જેથી સાથેના એ.એસ.આઇ ઇસમની શરીરસ્થિતિનું પંચનામુ કરી ઇસમની ધોરણસર અટક કરેલ છે. તો બુધાભાઈ રહે.લીંબાળા તા.સાયલા જી. સરેન્દ્રનગર વાળો ગે.કા પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ પીધેલ હાલતમાં જાહેરમા મળી આવતા પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તેના સામે મારી પ્રોહી એકટ કલમ. -૧ ( બી ), ૮૫ મુજબ ધોરણસર થવા ફરીયાદ ધજાળા પોલીસ સ્ટેશન માં ગુન્હો નોંધાયો. ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂઓના ખુલ્લે આમ વેચાણની વધુ તપાસ પો.સબ.ઇન્સ વી.પી.મલ્હોત્રા ચલાવશે.

રિપોર્ટર : રણજીત ખાચર, સાયલા

Related posts

Leave a Comment