હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં જનજાતિય ગૌરવ દિનથી એટલેકે તા.૧૫ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત છોટાઉદેપુરના ઘેલવાંટથી થઈ રહી છે. અન્ય જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી એટલેકે ૨૨ નવેમ્બરથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ રથ આપણા જીલ્લામાં ૨ મહિના સુધી ભ્રમણ કરવાનો છે. આ માટે કેન્દ્ર સરકારના…
Read MoreDay: November 10, 2023
ગીર સોમનાથમાં તહેવારો નિમિત્તે ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૧/૨૦૨૩ દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે શ્રી સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી દિવાળીના તહેવારો દરમ્યાન યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે મુજબનુ જાહેરનામુ બહાર પાડવામાં આવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪…
Read Moreસ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ તાલુકાના ચામોડા ગામે રોડ સાઈડમાંથી દૂર કરાયા ગાંડા બાવળ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં પૂરઝડપે કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા અભિયાનના આ ઉપક્રમે જિલ્લાના વિવિધ ગામોમાં થીમ આધારિત સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચામોડા ગામે ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોની સફાઈ, તેમજ મહાનુભાવોની મૂર્તિ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે અને હવે થીમ આધારીત બાવળની પ્રુનીંગ કામગીરી કરવામાં આવી રહી…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના નાગરીકો સુધી સરકાર ની કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે અને વિવિધ યોજનાઓની જાગૃતિ તેમજ પ્રસાર થાય તેવા શુભહેતુસર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ તા.૨૨ નવેમ્બરથી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આ યાત્રાનું સુચારૂ આયોજન થાય તે અંતર્ગત બેઠક યોજાઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ શીર્ષ અધિકારી ઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું…
Read Moreકોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે. “સ્વચ્છતા હિ સેવા” સફાઇ અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઇ નું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ દિવાળી તહેવાર નિમિતે રાત્રી સફાઇની પણ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઇ ઝૂંબેશ કોડીનાર નગરપાલીકાના સફાઇ કર્મચારીઓ દ્વારા…
Read Moreનારી સંરક્ષણ કેન્દ્ર પાલીતાણા ને પ્રાપ્ત થયું ૩૨ ઈચનું કલર ટી.વી
હિન્દ ન્યુઝ, રાજકોટ સોશ્યલ વેલફેર અંતર્ગત નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે તા. ૦૬/૧૧/૨૦૨૩ના રોજ ૧ નંગ ગુગલ નું ૩૨ ઈચનું કલર TV દાતા જી.એચ.સી.એલ. લિમિટેડ ખડસલીયા, ભાવનગર કંપની દ્રારા દાનમાં આપવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે ૧૮ થી ૫૯ વર્ષની મહિલા કે જેઓ જાતિગત હિંસા, દુર્વ્યવહારથી પીડીત, પરિવાર દ્રારા ત્યજી દેવામાં આવેલ, કુંવારી માતા, કુંવારી ગર્ભવતી, વિધવા માતા ને નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય આપવામાં આવે છે. રહેઠાણની વ્યવસ્થા સાથે બહેનોના મનોરંજન હેતુસર આશ્રિત બહેનોને…
Read Moreશહેરના ૧૦૫ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૨.૪ ટન કચરાનો નિકાલ
“સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ન્યુઝ, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૫ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૨.૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી…
Read Moreજાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૨ નાગરિકો સામે દંડની કાર્યવાહી: ૩.૪ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ન્યુઝ, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૨ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૩.૪ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ…
Read Moreમહાત્મા ગાંધી મ્યુઝિયમ તા.૧૩ અને ૧૪ નવેમ્બરે બંધ રહેશે
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ તારીખ – ૧૩ નવેમ્બર ૨૦૨૩નાં રોજ વીકલી ઓફ અને તારીખ – ૧૪ નવેમ્બર ૨૦૨૩નાં રોજ નવા વર્ષનાં ઉપલક્ષમાં એમ કુલ બે દિવસ જાહેર જનતા માટે બંધ રહેશે. આ અંગેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.
Read Moreરંગોળી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો માટે રંગોળીના ચોખંડા તૈયાર
હિન્દ ન્યુઝ, રાજકોટ દીપાવલિના પાવન પર્વના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને “ચિત્ર નગરી” ટીમ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો માટેના રંગોળીના ચોખંડા તૈયાર થઈ ગયા છે. ક્યા સ્પર્ધકોનો નંબર ક્યાં આવશે તેની વિગત આ સાથે સામેલ છે. તમામ સ્પર્ધકોએ સમયસર હાજર રહેવા જણાવાયું છે.
Read More