શહેરના ૧૦૫ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૨.૪ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૫ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૨.૪ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે.

ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.     

 

Related posts

Leave a Comment